
Mahakumbh 2025: મહાકુંભમાં મોટી દુર્ઘટના, ભાગમદોડમાં 10થી વધુ લોકોના મોત | Abp Asmita
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ કાર્યક્રમ દરમિયાન બુધવારે રાત્રે અચાનક નાસભાગ મચી ગઇ. નાસભાગમાં 10 લોકોના મોત થયાની માહિતી મળી છે. હોસ્પિટલના અધિકારીઓએ આ દાવો કર્યો છે. જો કે, હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
આ પહેલા મહાકુંભમાં નાસભાગના સમાચાર પર સ્પેશિયલ ઓફિસર આકાંક્ષા રાણાએ કહ્યું હતું - 'સંગમ માર્ગ પર કેટલાક બેરીકેડ તૂટવાને કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. કેટલાક લોકો ઘાયલ થયા છે. તેની સારવાર ચાલી રહી છે.
ઉત્તર પ્રદેશમાં સ્થિત પ્રયાગરાજ મહાકુંભમાં નાસભાગ બાદ યુપી સરકારને ટાંકીને એક સમાચાર સામે આવ્યા છે જેમાં તેની પાછળનું કારણ જણાવવામાં આવ્યું છે. સરકારને ટાંકીને કહેવામાં આવ્યું છે કે મેળા વિસ્તારમાં ગૂંગળામણને કારણે કેટલાક વૃદ્ધો અને મહિલાઓ બેહોશ થઈ ગયા હતા. તેમના પડ્યા બાદ નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. લગભગ 25-30 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે દસના મૃત્યુના અહેવાલ છે.