Mahakumbh 2025: ત્રીજા દિવસે ત્રણ કરોડથી વધુ ભક્તોએ લગાવી ડુબકી, હેલિકોપ્ટરથી કરાઈ પુષ્પવર્ષા

Mahakumbh 2025: મહાકુંભ મેળાના ત્રીજા દિવસે ત્રણ કરોડથી વધુ ભક્તોએ લગાવી ડુબકી, હેલિકોપ્ટરથી કરાઈ પુષ્પવર્ષા

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે અમૃત સ્નાનનો પ્રથમ દિવસ છે. આ પ્રસંગે સંગમ કિનારે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. સવારે 10 વાગ્યા સુધી 1.38 કરોડ ભક્તોએ સંગમમાં સ્નાન કર્યું છે. મહાકુંભમાં સ્નાનનું ખૂબ જ મહત્વ છે.  

અખાડાઓના સાધુ-સંતોએ અમૃત સ્નાન કર્યું, સાંજ સુધી કાર્યક્રમ ચાલશે

મકરસંક્રાંતિના અવસરે અખાડાઓના ઋષિ-મુનિઓ દ્વારા અમૃતસ્નાન ચાલુ રહે છે. મકરસંક્રાંતિના દિવસે સૌ પ્રથમ શ્રી પંચાયતી અખાડા મહાનિર્વાણી અને શ્રી શંભુ પંચાયતી અટલ અખાડાએ અમૃતસ્નાન લીધું. ઉલ્લેખનીય છે કે પ્રથમ અમૃતસ્નાન ઘણી રીતે વિશેષ છે. સોમવારે પૌષી પૂર્ણિમાના અવસર પર સંગમ વિસ્તારમાં પ્રથમ મોટા સ્નાનના એક દિવસ બાદ આ બન્યું હતું.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola