
Maha Kumbh 2025: CM યોગીએ 54 મંત્રી સાથે ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડુબકી
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 54 મંત્રી સાથે ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડુબકી. મોટરબોટ વડે મંત્રી મંડળના સભ્યો સાથે તેઓ ત્રિવેણી સંગમ પહોંચ્યા..મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ અમૃત સ્નાન કર્યું. યોગી આદિત્યનાથે સંગમના સ્નાનને ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મનું પ્રતીક ગણાવ્યું. સંગમમાં સ્નાન કર્યા બાદ પૂજા અર્ચના પણ કરી. ત્રિવેણી સંકૂલમાં યોગી સરકારની કેબિનેટ બેઠક પર મળી. જેમાં 12 દરખાસ્તને મંજૂરી અપાઈ. 320 કિલોમીટર લાંબા એક્સપ્રેસ વે અને 100 કિમી લાંબા પૂર્વાંચલ લિંક એક્સપ્રેસ વે સહિતના કામને મંજૂરી અપાઈ.
સીએમ યોગી આદિત્યનાથે જ્યારે ગંગામાં ડૂબકી લગાવી ત્યારે તેમની સાથે નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય, નાયબ મુખ્ય પ્રધાન બ્રિજેશ પાઠક સહિત કેબિનેટના અન્ય બધા નેતાઓ મોજૂદ હતા. મહાકુંભ મેળામાં પહોંચેલા યોગી આદિત્યનાથે પહેલા કેબિનેટની બેઠક લીધી હતી અને બાદમાં ગંગામાં ડૂબકી લગાવી હતી. રાજ્યના 54 મંત્રીઓએ સંગમ ખાતે સ્નાન કર્યું હતું.