Maharashtra Crime | યુવતીના મિત્રને શર્ટ અને બેલ્ટ સાથે બાંધી યુવતી સાથે આચર્યુ દુષ્કર્મ
Continues below advertisement
મહિલાઓની સુરક્ષા મુદ્દે સરકારના તમામ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. મહારાષ્ટ્રના બદલાપુરનો બદલો હજી પૂરો થતાં વાર નથી થઈ ત્યાં રાજ્યના પુણે જિલ્લામાં વધુ એક દુષ્કર્મની ઘટના ઘટી છે. પુણે ફરવા ગયેલી 21 વર્ષીય યુવતી પર 3 લોકોએ મળી ગેંગરેપ કર્યો હતો.
ફરવા ગયેલી યુવતીના મિત્રએ વિરોધ કરતાં આરોપીઓએ તેની પણ ધુલાઈ કરી હતી. પોલીસે યુવતીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, યુવતી પોતાના એક મિત્ર સાથે ફરવા ગઈ હતી. તે દરમિયાન મોડી રાત્રે સુમસામ જગ્યા પર ત્રણ છોકરાઓએ તેમને પકડી લીધા હતા. ત્યારબાદ આરોપીઓ યુવતીની છેડતી કરવા લાગ્યા હતા. યુવતીના મિત્રે તેનો વિરોધ કરતાં તેની ધોલાઈ કરી અને યુવતી સાથે ગેંગરેપ કર્યો હતો.
Continues below advertisement