Cloud Burst in Dehradun: દેહરાદૂનના સહસ્ત્રધારામાં વાદળ ફાટતા મોટું નુકસાન
હિમાચલ પ્રદેશ જેવો જ કુદરતનો પ્રકોપ સમગ્ર ઉત્તારખંડમાં જોવા મળી રહ્યો છે, દહેરાદૂન, સહસ્ત્રધારા સહિતના સ્થળે વાદળો ફાટતા અતિશય વરસાદના પાણીથી તમસા નદી તોફાની બની છે..નદીના રૌદ્ર સ્વરૂપના કારણે કાંઠા વિસ્તારમાં જબરદસ્ત નુકસાન થયું છે...રુદ્રપ્રયાગમાં ભૂસ્ખલન થતા જબરદસ્ત ટ્રાફિક જામ થયો છે..એટલુ જ નહીં ઉત્તરાખંડના મોટા ભાગના શહેરોમાં પર્વતોથી તણાઈને આવેલા કાટમાળમાં હોટલો અને દુકાનોને ભારે નુકસાન થયું છે..તમસા નદી પાસેના મંદિરો અને ઘાટ પણ જળમગ્ન થઈ ચૂક્યા છે..તીર્થધામ ઋષિકેશમાં તો જળબંબાકારની સ્થિતિ થઈ છે, અનેક લોકો પાણીના પ્રચંડ પ્રવાહમાં ફસાયા જોકે, NDRFની ટીમે રાત ભર રેસ્કર્યૂનું કામ યથાવત રાખી અનેકના જીવ બચાવ્યા..
16 સપ્ટેમ્બર 2025ના રોજ ભારે વરસાદે ઉત્તર ભારતમાં ફરી એકવાર તબાહી મચાવી હતી. ઉત્તરાખંડના દેહરાદૂન સ્થિત પ્રખ્યાત પર્યટન સ્થળ સહસ્ત્રધારામાં વાદળ ફાટવાથી પૂર આવ્યું, જેના કારણે દુકાનો તણાઈ ગઈ અને ઘણા લોકો ગુમ થઈ ગયા હતા. હિમાચલ પ્રદેશના ધરમપુર, મંડી અને શિમલા જેવા વિસ્તારોમાં ભારે વરસાદથી બસ સ્ટેન્ડ ડૂબી ગયા, વાહનો તણાઈ ગયા હતા અને રસ્તાઓ બંધ થયા હતા.