Malegaon Blast Case: સાધ્વી પ્રજ્ઞા સહિત 7 આરોપી માલેગાવ બ્લાસ્ટ કેસમાં નિર્દોષ જાહેર | Abp Asmita


Malegaon Blast Case: સાધ્વી પ્રજ્ઞા સહિત 7 આરોપી માલેગાવ બ્લાસ્ટ કેસમાં નિર્દોષ જાહેર | Abp Asmita 

મહારાષ્ટ્રમાં 2008માં થયેલા માલેગાંવ બ્લાસ્ટ કેસનો ચૂકાદો 17 વર્ષ પછી આજે આવ્યો છે. આજે આવેલા NIA કોર્ટના ચૂકાદામાં માલેગાંવ બ્લાસ્ટ કેસમાં સાધ્વી પ્રજ્ઞા સિંહ સહિત તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. તમામ આરોપીઓનો છૂટકારો  થયો છે. 

આ બહુચર્ચિત કેસની સુનાવણી કરી રહેલી NIAની ખાસ કોર્ટ આજે ચૂકાદો સંભળાવવામાં આવ્યો હતો. આ કેસમાં પૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર અને આર્મી કર્નલ પ્રસાદ પુરોહિત સહિત 12 લોકો આરોપી છે. આ વિસ્ફોટ 29 સપ્ટેમ્બર 2008ના રોજ માલેગાંવમાં થયો હતો, જેમાં 6 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 100 થી વધુ લોકો ઘાયલ થયા હતા. ન્યાયાધીશે કહ્યું કે સાધ્વી ચોક્કસપણે બાઇકની માલિક છે, પરંતુ બાઇક તેના કબજામાં હોવાનો કોઈ પુરાવો નથી. ATS અને NIA ની ચાર્જશીટમાં ઘણો તફાવત છે. ફરિયાદ પક્ષ એ સાબિત કરવામાં નિષ્ફળ ગયો છે કે બોમ્બ મોટરસાઇકલમાં હતો. પ્રસાદ પુરોહિત સામે એવો કોઈ પુરાવો નથી કે તેણે બોમ્બ બનાવ્યો અને સપ્લાય કર્યો, બોમ્બ કોણે મૂક્યો તે સાબિત થઈ શક્યું નથી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola