મમતા બેનર્જીના ભાષણ પહેલા લાગ્યા ‘જય શ્રી રામ’ના નારા, નારાજ મમતાએ ન આપ્યું ભાષણ
ગઇકાલે મુખ્યમંત્રી મમતા બેનર્જી 'પરાક્રમ દિવસ' કાર્યક્રમમાં નારાજ થઇ ગયા હતા. તેમણે કહ્યું કે આ સરકારી કાર્યક્રમ છે. કોઇ રાજકીય પાર્ટીનો કાર્યક્રમ નથી. વડાપ્રધાન મોદીનો આભાર માનતા તેમણે કહ્યું કે, તમે કોલકત્તામાં કાર્યક્રમ કર્યો આ માટે ધન્યવાદ પરંતુ કોઇને આમંત્રણ આપ્યા બાદ અપમાનિત કરવાનું શોભે નહીં. મમતા બેનર્જીએ ભાષણ આપવાનો પણ ઇનકાર કરી દીધો હતો. વાસ્તવમાં મમતા બેનર્જી ભાષણ આપવા મંચ પર પહોંચ્યા તો ત્યાં હાજર લોકોએ જયશ્રી રામના નારા લગાવવા લાગ્યા હતા. જેનાથી મમતા બેનર્જી નારાજ થયા હતા.