GST Rate Reform: દિવાળી પહેલા મોદી સરકારની સામાન્ય જનતાને મોટી રાહત
દિવાળી પહેલા મોદી સરકારે સામાન્ય જનતાને મોટી રાહત આપી છે.જીએસટી કાઉન્સિલની બેઠકમાં ચારની જગ્યાએ બે જ ટેક્સ સ્લેબ રાખવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.જીએસટીમાં હવે પાંચ ટકા અને 18 ટકા એમ બે જ ટેક્સ સ્લેબ લાગુ થશે. જેનાથી સામાન્ય જનતાને તો રાહત થશે જ, પરંતુ કારોબારી જગત અને અર્થવ્યવસ્થાને નવી ગતિ મળશે. બે નવા ટેક્સ સ્લેબનો અમલ 21 સપ્ટેમ્બરથી થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે અનુસાર, દૂધ, રોટલી, પીત્ઝા બ્રેડ સહિતની ઘણી ખાદ્ય ચીજો GST મુક્ત રહેશે. હેલ્થ અને જીવન વીમાને પણ ટેક્સ ફ્રી કરવામાં આવ્યા. લક્ઝરી વસ્તુઓ અને તમાકુ ઉત્પાદનો પર 40% GST લાદવામાં આવશે. આ ફેરફારોનો હેતુ સામાન્ય માણસને જરૂરી ચીજવસ્તુઓ સસ્તી બનાવવા, આરોગ્ય સંબંધિત વસ્તુઓ પર ટેક્સ ઘટાડવા અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર ટેક્સ વધારીને તેમના ઉપયોગને નિરુત્સાહિત કરવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જીએસટી કાઉન્સિલની બેઠકમાં જીએસટીના નવા ટેક્સ સ્લેબ અંગે લેવાયેલા નિર્ણયની પ્રશંસા કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આનાથી ન માત્ર સામાન્ય જનતાને પરંતુ ખેડૂતો, મહિલાઓ, યુવાનો અને MSME સેક્ટરને ફાયદો થશે