Mumbai Heavy Rain | ભારે પવન સાથેના વરસાદથી ઘમરોળાયું મુંબઈ, ક્યાંક ત્રાટકી વીજળી; જુઓ સ્થિતિ

મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા એક કલાકથી ભારે વરસાદ ચાલુ છે. મુંબઈમાં વીજળીના કડાકા સાથે ઠાણે, કલ્યાણ ડોંબિવલી, પશ્ચિમ ઉપનગર, કુર્લામાં વરસાદ પડી રહ્યો છે. અચાનક આવેલા આ વરસાદથી સામાન્ય લોકો પરેશાન છે. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે. અંધેરી સબવેમાં પાણી ઘૂસી જતાં તેને હંગામી ધોરણે બંધ કરી દેવામાં આવી છે.

મહારાષ્ટ્રના 29 જિલ્લાઓમાં આવતીકાલે એટલે કે 11 ઓક્ટોબર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગ તરફથી મુંબઈના પૂર્વ ઉપનગરો, નવી મુંબઈ અને રાયગઢ જિલ્લાઓમાં પણ વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જાણકારી આપી છે કે આગામી બે કલાક સુધી તોફાની પવન સાથે વરસાદની છૂટાછવાઈ બૌછારો જોવા મળી શકે છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola