Toll Tax Increase : 1 એપ્રિલથી નેશનલ હાઈવે પર મુસાફરી મોંઘી

પહેલી એપ્રિલથી નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે પર હવે વાહન ચાલકોએ ટોલ ફીમાં પાંચથી 20 રુપિયા સુધીનો વધારો ચૂકવવો પડશે. ટોલ ફી વધારો ગુજરાતમાંથી પસાર થતા માર્ગોની સાથે દેશભરના મહત્વના માર્ગો પર ચુકવવો પડશે. વાહનચાલકો પર સરેરાશ ત્રણથી પાંચ ટકાનો વધારો આવશે. આ સાથે જ ટોલ પ્લાઝા પર રોકડથી નહીં પણ યુપીઆઈ કે ફાસ્ટેગથી જ ચૂકવણી કરી શકાશે.. ટોલ ફીમાં વધારો થતા વાહન ચાલકો પર કરોડો રુપિયાનો બોજો પડશે.. વડોદરાથી અમદાવાદ એક્સપ્રેસ વે પર નવી ટોલ ફી મુજબ કાર અને જીપના પાંચ રુપિયા વધતા હવે 145 રુપિયા ચુકવવા પડશે.

ભારતમાં નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે પર મુસાફરી 1 એપ્રિલ, 2026થી મોંઘી થવાની તૈયારીમાં છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટોલ ટેક્સ વધારવાની તૈયારી કરી રહી છે. નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે અમે ટેક્સ વધારાની ચોક્કસ રકમ શેર કરી રહ્યા છીએ.

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola