NISAR Satellite Launching : ભારતે રચ્યો ઇતિહાસ, ઈસરો-નાસાના સંયુક્ત મિશન NISARનું લોન્ચિંગ

જુલાઈ 30, 2025 ના રોજ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતેથી NASA અને ISRO ના સંયુક્ત પ્રોજેક્ટ NISAR (NASA-ISRO સિન્થેટિક એપર્ચર રડાર) ઉપગ્રહનું સફળતાપૂર્વક લોન્ચિંગ થયું. આ ઉપગ્રહ પૃથ્વીની સપાટી પર થતા નાનામાં નાના (માત્ર 1 સેન્ટિમીટર) ફેરફારોને પણ શોધી કાઢવા સક્ષમ છે. NISAR જંગલોમાં ફેરફાર, બરફ પીગળવો, સમુદ્રના સ્તરમાં વધારો, ભૂગર્ભજળનું સ્તર ઘટવું અને ભૂકંપ-સુનામી જેવી કુદરતી આફતોની વહેલી ચેતવણી આપવામાં મદદ કરશે. ISRO અને NASA દ્વારા વિકસિત આ અદ્યતન રડાર સિસ્ટમ, GSLV રોકેટ દ્વારા લોન્ચ કરાયું છે અને તે આપત્તિ વ્યવસ્થાપન તથા પર્યાવરણીય અભ્યાસ માટે મોટા પ્રમાણમાં ડેટા પ્રદાન કરશે.

ISRO અને NASA નો સંયુક્ત પ્રયાસ: NISAR

NISAR, એટલે કે NASA-ISRO સિન્થેટિક એપર્ચર રડાર, એક અત્યંત ખાસ ઉપગ્રહ છે જે ભારતના ISRO અને અમેરિકાના NASA દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યો છે. તેનો પ્રાથમિક હેતુ પૃથ્વીની સપાટીનું અત્યંત નજીકથી નિરીક્ષણ કરવાનો છે, જેથી આપણી પૃથ્વી પર થઈ રહેલી જટિલ પ્રક્રિયાઓને વધુ સારી રીતે સમજી શકાય. આ ઉપગ્રહ જંગલોમાં થતા ફેરફારો, બરફની ચાદરનું તૂટવું, સમુદ્રના સ્તરમાં વધારો, ભૂગર્ભજળનું સ્તર ઘટવું અને ભૂકંપ, સુનામી, ભૂસ્ખલન જેવી કુદરતી આફતો પર સતત નજર રાખશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola