Nepal Landslide| નેપાળમાં ભૂસ્ખલનના કારણે ત્રિશૂલ નદીમાં બે બસ તણાઈ, 60 મુસાફરો હતા સવાર

Continues below advertisement

 નેપાળમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીંના મદન આશ્રિત હાઈવે પર ભૂસ્ખલનને કારણે મુસાફરોથી ભરેલી બે બસ હાઈવે નજીક વહેતી ત્રિશુલ નદીમાં તણાઈ ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે બસ નદીમાં પડી ગયા બાદ નદીના જોરદાર પ્રવાહને કારણે બંને બસો તણાઈ ગઈ છે. આ ઘટનામાં 60થી વધુ મુસાફરો પણ ગુમ છે. હાલ તેઓની શોધખોળ માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.

ઘટનાની માહિતી મળ્યા બાદ સ્થાનિક પોલીસ પણ બચાવ ટીમને મદદ કરી રહી છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, આ બસ રાજધાની કાઠમંડુ જઈ રહી હતી. આ બે બસોના નામ એન્જલ અને ગણપતિ ડીલક્સ બસ હતા. ભૂસ્ખલનને કારણે આ બસો તેની ચપેટમાં આવી હતી અને આ અકસ્માત થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, તેમને આ બસોમાં મુસાફરી કરી રહેલા કેટલાક મુસાફરો પાસેથી આ અકસ્માતની માહિતી મળી હતી. બસ નદીમાં પડી જતાં આ મુસાફરોએ તરીને પોતાનો જીવ બચાવ્યો હતો અને બાદમાં પોલીસને ઘટનાની જાણ કરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram