New Delhi: 108થી વધુ દેશમાં લાખો જૈનનું એકસાથે નવકાર મંત્રનું પઠન,PM મોદીએ કરાવ્યો પ્રારંભ
New Delhi: 108થી વધુ દેશમાં લાખો જૈનનું એકસાથે નવકાર મંત્રનું પઠન,PM મોદીએ કરાવ્યો પ્રારંભ
નવી દિલ્હીમાં જૈન સમાજના અન્ય સભ્યો સાથે વડાપ્રધાન મોદીએ પણ ‘નવકાર મહામંત્ર’નો જાપ કર્યો હતો અને કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. તે સિવાય ગુજરાતમાં અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પણ 25 હજાર જેટલા જૈન સમાજના લોકોએ ‘નવકાર મંત્ર’નો જાપ કર્યો છે. તે સિવાય વડોદરા, સુરત અને રાજકોટમાં પણ નવકાર મંત્રનો જાપ કરવામાં આવી રહ્યો છે.
અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં કાર્યક્રમ થઈ રહ્યો છે. આ સાથે વિશ્વના અનેક દેશોમાં પણ જૈન સમાજના લોકો એકસાથે આવીને નવકાર મંત્રનો જાપ કરીને વિશ્વના કલ્યાણ માટેની કામના કરી રહ્યા છે