North India Snowfall: ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે હિમવર્ષા, જાણો કયા કયા રસ્તાઓ થયા બ્લોક?

Continues below advertisement

North India Snowfall: ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે હિમવર્ષા, જાણો કયા કયા રસ્તાઓ થયા બ્લોક?

 

પહાડી રાજ્યોમાં જોરદાર હિમવર્ષાને કારણે ઠંડીનું જોર વધ્યું છે.. જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં બરફ વરસવાથી જનજીવન પર અસર થઈ છે. ખાસ કરીને, જમ્મુ કાશ્મીરના કુપવાડા અને માછેલ સેક્ટર વચ્ચેનો રસ્તો બે દિવસથી બંધ છે.સોનમર્ગ અને કારગિલ હાઈવે પર પણ મોટા પ્રમાણમાં બરફ પડ્યો છે, જેને દૂર કરવા માટે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનના કર્મચારીઓ ક્રેનનો ઉપયોગ કરી રહ્યા છે.પર્યટકો બરફની મજા માણી રહ્યા છે, જેમ કે ગુલમર્ગના પહાડોએ બરફની સફેદ ચાદર ઓઢી લીધી છે. હિમાચલ પ્રદેશમાં શિમલા શહેરમાં પણ સખત ઠંડી અને બરફવર્ષા હોવાના કારણે અનેક મુખ્ય માર્ગો બંધ થઈ ગયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram