KolKata Doctor Case | કોલકાતા હત્યાકાંડ હવે સુપ્રીમ કોર્ટમાં, આવતી કાલે હાથ ધરાશે સુનાવણી

Continues below advertisement

Kolkata Doctor Rape Murder Case: પશ્ચિમ બંગાળમાં આર.જી. કર મેડિકલ કૉલેજ અને હોસ્પિટલમાં મહિલા ટ્રેની ડૉક્ટર સાથે બળાત્કાર અને પછી હત્યાના વિરોધમાં દેશભરની અલગ અલગ મેડિકલ કૉલેજોના વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ મામલાને લઈને સુપ્રીમ કોર્ટે સ્વયં સંજ્ઞાન લીધું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ મુજબ ભારતના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) ડી.વાય. ચંદ્રચૂડની આગેવાનીમાં જસ્ટિસ જે.બી. પરદીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચ મંગળવારે (20 ઓગસ્ટ 2024) આ મામલાની સુનાવણી કરશે.

કલકત્તા હાઈ કોર્ટે પોલીસની કાર્યવાહીથી અસંતુષ્ટ થઈને સીબીઆઈને કેસની તપાસ પોતાના હાથમાં લેવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે મૃતકના માતા પિતા તરફથી દાખલ કરાયેલી અરજીઓ પર સુનાવણી કરતા આ આદેશ પસાર કર્યો હતો.

કોલકાતા પોલીસે રવિવાર, 18 ઓગસ્ટથી 24 ઓગસ્ટ સુધી આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ નજીક પ્રતિબંધિત આદેશ લાદ્યો છે, જે હેઠળ પાંચથી વધુ લોકો એકઠા થવા પર પ્રતિબંધ રહેશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે કોલકાતા પોલીસે હોસ્પિટલની આસપાસ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 163 (2) લાગુ કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram