Pahalgam Terror Attack Updates: આતંકી આસિફ શેખના ઘરમાં બ્લાસ્ટ, આતંકીઓના ઠેકાણાનો ભાંડાફોડ
Pahalgam Terror Attack Updates: આતંકી આસિફ શેખના ઘરમાં બ્લાસ્ટ, આતંકીઓના ઠેકાણાનો ભાંડાફોડ
પહલગામમાં આતંકી હુમલા બાદ આતંકીઓના ઠેકાણે સેનાનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.. એવામાં ત્રાલમાં આતંકી આસિફ શેખના ઘરે બ્લાસ્ટ થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.. આસિફ શેખના કરે તપાસ કરવામાં આવી હતી..આતંકી આસિફ શેખના ઘરમાં વિસ્ફોટકો મળી આવ્યા હોય તે પ્રકારની માહિતી પણ પોલીસે આપી છે તો ત્રાલમાં આતંકી આસિફ શેખના ઘરે પોલીસે તપાસ કરી અને તે જ દરમિયાન તેના ઘરમાંથી વિસ્ફોટક મળી આવ્યા હતા.. કશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે.. કુલગામના અનંતનાગમાં સેનાએ મોટી સફળતા હાસલ કરી છે. એન્કાઉન્ટર બાદ આતંકીના ઠેકાણાનો ફાંડાફોડ થયો. હથિયારો સાથે સિલિન્ડર અને ધાબળા પણ જપ્ત કરવામાં આવ્યા છે. આતંકીઓએ લાંબા સમય સુધી રોકાવાની વ્યવસ્થા પણ ત્યાં કરી રાખી હતી. ખાવા પીવાની ચીજ વસ્તુઓ સહિતનો જે જરૂરી સામાન હતો તે પણ જપ્ત કરવામાં આવ્યો છે.