Pakistani Rocket Found In Punjab-Gujarat: ભારતમાં મળ્યા પાકિસ્તાની ડ્રોન અને રોકેટ
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ વચ્ચે કચ્છથી મોટા સમાચાર સામે આવ્યા છે. કચ્છના ખાવડા નજીક શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યું છે. વીજ તાર સાથે ડ્રોન અથડાયા બાદ નીચે પડ્યું છે. ખાવડા નજીક શંકાસ્પદ ડ્રોન દેખાયું છે. પશ્ચિમ કચ્છ પોલીસે ભુજ એરફોર્સને જાણ કરી છે. સુરક્ષા એજન્સીઓએ ડ્રોન અંગે તપાસ શરૂ કરી છે.ખાવડા નજીક એક શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યું હતું. ડ્રોન ઇલેક્ટ્રિક વાયર સાથે અથડાયા બાદ નીચે પડી ગયું હતું. સવારે 5 વાગ્યા આસપાસ પશ્ચિમ કચ્છ પોલીસને જાણ થઈ હતી. પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ભુજ એરફોર્સને જાણ કરાઈ છે. આટલુ જ નહીં પંજાબના અમૃતસરમાં પણ પાકિસ્તાની રોકેટ મળી આવ્યું છે..