સંસદની કેન્ટીનમાં ખાવા માટે સાંસદોએ ખર્ચવા પડશે ત્રણ ગણા રૂપિયા, જાણો, નવા ભાવનું મેન્યુ
Continues below advertisement
સંસદમાં કેન્ટીને મળતી સબસીડી આ વર્ષ બંધ થઇ ગઇ છે. તો હવે સાસંદોએ કેન્ટીનમાં ભોજન લેવા માટે પહેલા કરતા ત્રણ ગણી કિંમત ચૂકવવી પડશે. જી હાં નવી કિંમત મુજબ હવે 2 રૂપિયામાં રોટલી અને 65 રૂપિયામાં બિરયાની નહીં મળે.સંસદની કેન્ટીનમાં સૌથી સસ્તા ફૂડમાં રોટલી મળશે. જેના એક નંગની કિંમત 3 રૂપિયા હશે અને સૌથી મોઘું નોનવેજ લંચ હશે. નોનવેજ લંચની કિંમત 700 રૂપિયા નક્કી કરાઇ છે. તો વેજ થાળી 500 રૂપિયામાં મળશે, કેન્ટીનના ફૂડનું મેન્યૂ 3 રૂપિયાથી શરૂ થઇને 700 સુધીનું છે.
Continues below advertisement