અહમદ પટેલના નિધન પર વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો, ટ્વીટ કરીને શું કહ્યું ? જુઓ વીડિયો
Continues below advertisement
દેશના રાજનીતિના દિગ્ગજ નેતા અહમદ પટેલનું નિધનથી દેશભરમાં શોકની લાગણી છવાઈ. કૉંગ્રેસ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનું ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન આજે વહેલી સવારે નિધન થયુ હતું. અહમદ પટેના નિધનની જાણકારી તેમના પુત્ર ફૈસલે સોશલ મીડિયાના માધ્યમથી આપી હતી. અહમદ પટેલના નિધન પર રાજનીતિના દિગ્ગજ નેતાઓએ શોક વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી શોક વ્યક્ત કરતાં કહ્યું હતું કે, અહમદ પટેલના નિધનથી દુઃખી છું. તેમણે ઘણાં વર્ષ સાર્વજનિક જીવનમાં સમાજ માટે કામ કર્યું. તેઓ તેમના કુશાગ્ર બુદ્ધિચાતુર્ય માટે જાણીતા હતા. કોંગ્રેસને મજબૂત કરવામાં માટે તેમને હંમેશાં યાદ કરવામાં આવશે. તેમણે તેમના પુત્ર ફૈજલ સાથે વાત કરી અને સાંત્વના પાઠવી. અહેમદ પટેલના આત્માને શાંતિ મળે.
Continues below advertisement