Delhi Car Blast : PM Modi : બ્લાસ્ટમાં મૃત્યુ પામનારા લોકો પ્રત્યે મોદીએ વ્યક્ત કરી સંવેદના
Delhi Car Blast : PM Modi : બ્લાસ્ટમાં મૃત્યુ પામનારા લોકો પ્રત્યે મોદીએ વ્યક્ત કરી સંવેદના
દિલ્લીમાં થયેલા બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે. જ્યારે 20 લોકો ઘાયલ થયા છે. આ બ્લાસ્ટ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે અને મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. દિલ્હીના લાલ કિલ્લા પાસે એક મોટો કાર વિસ્ફોટ થયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ બાદ કારમાં આગ લાગી ગઈ હતી, જેના કારણે ત્રણ અન્ય વાહનો પણ લપેટમાં આવી ગયા હતા. દિલ્હી પોલીસે આ વિસ્તારને ઘેરી લીધો છે. દિલ્હી કારમાં બ્લાસ્ટના કારણે 8 લોકોના મોત થયા છે. ડીડી ન્યૂઝે 8 લોકોના મોતની પુષ્ટી કરી છે. આ મૃત્યુઆંક હજુ પણ વધવાની આશંકા છે. બ્લાસ્ટમાં આઠ કાર અને 2 રિક્ષાને નુકસાન થયું છે. NSG-NIA ની ટીમો સ્થળ પર પહોંચી છે.