PM Modi in Ramanathaswamy Temple: PM મોદીએ રામેશ્વરમ દરિયામાં લગાવી આસ્થાની ડૂબકી
PM Modi in Ramanathaswamy Temple: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તામિલનાડુની તેમની મુલાકાત દરમિયાન શનિવારે (20 જાન્યુઆરી) એંગી તીર્થ બીચ પર સ્નાન કર્યું હતું. આ પછી તેમણે ભગવાન રામનાથસ્વામી મંદિરમાં પૂજા અર્ચના કરી. આ દરમિયાન પીએમ મોદી હાથમાં રુદ્રાક્ષની માળા પહેરેલા જોવા મળ્યા હતા. પીએમ મોદીને પૂજારીઓ તરફથી પરંપરાગત ભેટ આપવામાં આવી હતી. તેમણે તમિલનાડુના પ્રાચીન શિવ મંદિર રામનાથસ્વામીમાં આયોજિત ભજનમાં પણ ભાગ લીધો હતો.