PM મોદીએ ગિરનાર રોપ-વે, UN મહેતા હૃદયરોગની હોસ્પિટલ અને કિસાન સૂર્યોદય યોજનાનું લોકાર્પણ કર્યું

Continues below advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને ત્રણ મોટી ભેટ આપી હતી. વડાપ્રધાન મોદીના હસ્તે એશિયાના સૌથી મોટા ગિરનાર રોપવે, કિસાન સૂર્યોદય યોજના અને ભારતની સૌથી મોટી હ્રદયરોગ હૉસ્પિટલનું ઈ લોકર્પણ કર્યું હતું. ગિરનાર રોપવેથી 2.3 કિલોમીટરનુ અંતર માત્ર 8 મિનિટમાં કાપી શકાશે. એક ટ્રોલીમાં 8 લોકો બેસશે. આ રોપવેમાં 800 લોકો પ્રતિ કલાકમાં મુસાફરી કરી શકશે. સાથે જ કિસાન સૂર્યોદય યોજનાનું મોદીના હસ્તે ઈ-લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. આ યોજના અંતર્ગત ખેડૂતોને સવારના 5થી રાત્રીના 9 વાગ્યા સુધી વીજળી આપવામાં આવશે. કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત જૂનાગઢ, દાહોદ, ગીર સોમનાથ અને પાટણ જિલ્લાના 1000થી વધુ ગામડાને આવરી લેવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યના 17.25 લાખ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. તે સિવાય વડાપ્રધાન મોદીએ યુ.એન.મહેતામાં ભારતની સૌથી મોટી હ્રદયરોગ હૉસ્પિટલનું ઈ લોકર્પણ કર્યું હતું. નવી અદ્યતન સુવિધા સાથે 1251 બેડની હોસ્પિટલ તૈયાર કરાઈ છે. જેમાં અદ્યતન પીડિયાટ્રીક,નિયોનેટલ અને એડલ્ટ કાર્ડિયાક ઓપરેશનથિયેટર.. હૃદય અને ફેફસાના ટ્રાંસપ્લાંટ સહિત ઓપરેશન થિયેટરની સુવિધા,અદ્યતન કાર્ડિયાક કેથલેબ અને ઈલેક્ટ્રોફિઝીલોજીની સુવિધા સાથે મેકિનિકલ એલિવેટર કાર પાર્કિંગની પણ વ્યવસ્થા ઉભી કરાઈ છે
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram