બાબા વિશ્વનાથના દરબારમાં PM, ગંગા એક્સપ્રેસ વેનું કરશે ઉદ્ધાટન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કાશી વિશ્વનાથ મંદિરમાં ખાસ પૂજા કરી હતી. વારાણસીની તેમની મુલાકાતનો આ બીજો દિવસ હતો. તેઓ કાશી વિશ્વનાથ મંદિર પહોંચવા માટે વારાણસીમાં બનાવેલા વિવિધ સ્વાગત ગેટમાંથી પસાર થયા. પૂજા પછી મોદીએ બાળકો સાથે મુલાકાત કરી હતી અને પછી ગંગા એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કરવા માટે હરદોઈ ગયા હતા. 

પૂજા પછી પીએમ મોદી મંદિર સંકુલમાં પ્રવેશ્યા જ્યાં તેમને ત્રિશૂળ અને બાબા વિશ્વનાથ મંદિરની પ્રતિકૃતિથી સન્માનિત કરવામાં આવ્યા. તેમને ડમરુ અને પાઘડી પણ અર્પણ કરવામાં આવી અને તેમનું ખાસ સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ પીએમ મોદી બાળકોને મળ્યા અને ત્રિશૂળ અને ડમરુ ઉંચા કરીને સમર્થકોનું અભિવાદન સ્વીકાર્યું.                      

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola