અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર વડાપ્રધાન મોદીએ કોની સાથે કરી લાંબી વાતચીત, જુઓ વીડિયો
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અટલ બિહારી વાજપેયીના સમાધિ સ્થળ ‘સદૈવ અટલ’ પહોંચ્યા અને તેમને પુષ્પાજંલિ અર્પણ કરી હતી. દરમિયાન વડાપ્રધાન મોદીએ વાજપેયીની દત્તક દીકરી નમિતા ભટ્ટાચાર્ય અને દોહીત્રી નેહા ભટ્ટાચાર્ય સાથે વાત કરી હતી.