PM Modi | વડાપ્રધાન મોદીએ આતંકવાદીઓને આપી મોટી ચેતવણી | Abp Asmita | Vijay Kargil Diwas
Continues below advertisement
આજે પીએમ મોદી કારગિલ વિજય દિવસ પર આયોજિત મુખ્ય સમારોહમાં હાજરી આપવા કારગીલના દ્રાસ પહોંચ્યા છે. અહીં પીએમએ બહાદુર શહીદોને શ્રદ્ધાંજલિ આપી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 25મા કારગિલ વિજય દિવસના અવસર પર દ્રાસમાં કારગિલ યુદ્ધ સ્મારક ખાતે કારગિલ યુદ્ધના નાયકોને શ્રદ્ધાંજલિ આપી હતી. 26 જુલાઈ 1999ના રોજ ભારતે કારગીલ યુદ્ધ જીત્યું હતું. આ દિવસ દર વર્ષે કારગીલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
વડા પ્રધાન મોદી વર્ચ્યુઅલ માધ્યમથી શિંકુન લા ટનલ પ્રોજેક્ટન પ્રથમ વિસ્ફોટ કરશે. શિંકુન લા ટનલ પ્રોજેક્ટમાં 4.1 કિમી લાંબી ટ્વીન-ટ્યુબ ટનલનો પણ સમાવેશ થાય છે, જે નિમ્મુ-પદુમ-દારચા રોડ પર લગભગ 15,800 ફૂટની ઊંચાઈએ બાંધવામાં આવશે.
Continues below advertisement