કોરોનાની વેક્સીન બન્યા બાદ તમામ નાગરિકનું રસીકરણ કરાશેઃPM મોદી
એક ઇન્ટરવ્યૂમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોરોનાની વેક્સીન બન્યા બાદ તમામ નાગરિકનું રસીકરણ કરાશે. દેશના અંતિમ વ્યક્તિ સુધી વેક્સીન પહોંચાડવાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. રસીકરણના અભિયાનની શરૂઆતમાં કોરોનાના ખતરામાં સૌથી નજીક દર્દીઓને સામેલ કરવામાં આવશે.