કૃષિ કાયદાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતો સાથે PM મોદીએ ચર્ચા માટે દર્શાવી તૈયારી
નવા કૃષિ કાયદાના વિરોધમાં સવા બે મહિનાથી દિલ્હીની સીમાઓ પર ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદાએ ખેડૂતો સાથે વાત કરવાની તૈયારી દર્શાવી છે. મોદીએ સોમવારે રાજ્યસભામાં સંબોધન દરમિયાન ખેડૂતોને આંદોલન સમાપ્ત કરવાની અપીલ કરી હતી પીએમ મોદીએ આજે રાજ્યસભામાં કહ્યું હતું કે, કોઈ ખામી હોય તો તેને સુધારીશું. હું વિશ્વાસ અપાવું છું કે, માર્કેટને વધુ આધુનિક બનાવાશે. ખેડૂત સંગઠનોના નેતાઓએ કેન્દ્ર સરકારને કહ્યું કે,અમે વાતચીત માટે તૈયાર છે, સરકાર તારીખ અને સમય નક્કી કરે.