PM મોદી કેવડિયા સ્થિત વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે
પ્રધાનમંત્રી મોદી કેવડિયામાં સૌ પ્રથમ જંગલ સફારી પાર્કનું ઉદ્ધાટન કરશે. ત્યારે જંગલ સફારી પાર્કમાં પ્રધાનમંત્રીને આવકારતા હોર્ડિંગ્સ અને તકતીઓ લગાડવામાં આવી છે. જંગલ સફારી પાર્કમાં દેશ-વિદેશના 1100 પક્ષીઓ અને 100 પ્રજાતિઓના પ્રાણીઓ પ્રવાસીઓ જોઈ શકશે. આ પ્રોજેકટમાં જુદા જુદા ર૯ પ્રાણીઓ માટે ખાસ નિયત વિસ્તાર અને વિશ્વમાં સૌથી મોટા બે જીઓડેસીક ડોમ એવીયરીઝનો સમાવેશ છે.