Rahul Gandhi-Priyanka Sambhal Updates: રાહુલ અને પ્રિયંકાને સંભલમાં અટકાવ્યા...| Abp Asmita

Continues below advertisement

હિંસાગ્રસ્ત સંભલની મુલાકાતે જતા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાના કાફલાને ગાઝીપુર બોર્ડર પર અટકાવવામાં આવ્યો હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સંભલ ન પહોંચવા દેવાના પ્રયાસ કરતા પોલીસ પ્રશાસને તેમના કાફલાને ગાઝીપુર બોર્ડર પર અટકાવી દીધો હતો. પોલીસે તેમને સંભલ જવાની મંજૂરી નથી આપી. રાહુલ અને પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અન્ય પાંચ સાંસદો સાથે બુધવારે હિંસાગ્રસ્ત સંભલની મુલાકાતે રવાના થયા હતા પરંતુ તેમને ગાઝીપુર બોર્ડર પર અટકાવવામાં આવ્યા હતા. ત્યારબાદ રાહુલ અને પ્રિયંકા ગાંધી થોડીવાર ત્યાં રોકાઈને દિલ્હી પરત થઈ ગયા હતા. 

પોલીસે રાહુલ-પ્રિયંકાના કાફલાને ગાઝીપુર બોર્ડર પર લગભગ 30 મિનિટ સુધી રોકી રાખ્યો હતો. કોંગ્રેસે પોલીસ અધિકારીઓને કહ્યું કે, માત્ર 5 લોકોને જ જવા દેવા જોઈએ. જો કે, અધિકારીઓએ તેમને કહ્યું કે સંભલમાં કલમ 163 લાગુ કરવામાં આવી છે. હમણાં ત્યાં ન જશો. પોલીસે રાહુલ ગાંધીને પરત ફરવાની અપીલ કરી હતી. ગાઝિયાબાદ પોલીસના DCP નિમિષ પાટીલે રાહુલ ગાંધી સાથે વાત કરી છે. તેમને સંભલની સ્થિતિ અંગે જણાવ્યું હતું અને તેમણે રાહુલને આગળ ન જવા વિનંતી કરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram