નેપાળના પહાડી વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ઉત્તર પ્રદેશ અને બિહારની નદીઓ બંને કાંઠે વહેતી થઈ
નેપાળના પહાડી વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ છે. જેને કારણે ઉત્તર પ્રદેશ અને બિહારમાં સ્થિતિ કફોડી બની છે. બંને રાજ્યની નદીઓ ગાંડીતુર બની છે. બિહારમાં હાલત વધુ ચિંતાજનક બની છે. માર્ગો પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે.