દેશમાં ઓક્સિજન વિતરણને વધુ સુદ્રઢ બનાવવા સુપ્રીમ કોર્ટે કરી ટાસ્ક ફોર્સની રચના
કોરોના મહામારીમાં દેશમાં ઑક્સિજન, જરૂરી દવાની ઉપલબ્ધતા અને કોરોના સામે લડવા ભવિષ્યની તૈયારીઓ પર સૂચન આપવા માટે સુપ્રીમ કોર્ટે 12 સભ્યોની નેશનલ ટાસ્ક ફોર્સ બનાવી છે. આ ટાસ્ક ફોર્સમાં 10 પ્રસિદ્ધ ડૉક્ટર છે. કેબિનેટ સેક્રેટરી અથવા તેમના દ્વારા મનોનીત અધિકારી સંયોજક અને સ્વાસ્થ્ય સચિવ પણ સભ્ય રહેશે.