SC On Fire Crackers: માત્ર દિલ્હીમાં જ કેમ? દેશભરમાં ફટાકડા પર પ્રતિબંધ હોવો જોઈએ: CJI ગવઈ

માત્ર દિલ્લી જ શું કામ, આખા દેશમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકવો જોઈએ.આ ટિપ્પણી કરી છે કે, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બી.આર.ગવઈએ. શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં દિલ્હીમાં ફટાકડા પર પ્રતિબંધ મૂકવાના આદેશને પડકારતી અરજી પર સુનાવણી થઈ.. ચીફ જસ્ટિસ બી.આર. ગવઈએ ટિપ્પણી કરી કે, જો દિલ્હી-એનસીઆરના શહેરોને શુદ્ધ હવાનો અધિકાર છે, તો પછી અન્ય શહેરોના લોકોને કેમ અધિકાર નથી?..પ્રદૂષણ નિયંત્રણ મામલાની સુનાવણી કરતી વખતે, CJI ગવઈ અને ન્યાયાધીશ કે વિનોદ ચંદ્રનની બેન્ચે ટિપ્પણી કરી કે,  જો ફટાકડા પર પ્રતિબંધ મૂકવો હોય, તો દેશભરમાં પ્રતિબંધ મૂકવો જોઈએ. સ્વચ્છ હવાનો અધિકાર ફક્ત દિલ્હી-NCR પૂરતો મર્યાદિત ન હોઈ શકે, પરંતુ સમગ્ર દેશના નાગરિકોને તે મળવો જોઈએ.પર્યાવરણની નીતિ જે પણ હોય, તે સમગ્ર ભારતમાં લાગુ થવી જોઈએ. આપણે દિલ્હી માટે નીતિ ફક્ત એટલા માટે બનાવી શકતા નથી કારણ કે ત્યાં દેશનો ઉચ્ચ વર્ગ અહીં છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola