Snowfall In India: ત્રણ દિવસથી દેશની આ જગ્યાઓ પર ભારે હિમ વર્ષા, રસ્તાઓ પર છવાઈ બરફની ચાદર

Continues below advertisement

દેશના ત્રણ રાજ્યો જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા ચાલુ છે. હિમાચલમાં હિમવર્ષાના કારણે બે રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 30 રસ્તાઓ બંધ થઈ ગયા છે.શિમલામાં સિઝનની બીજી હિમવર્ષા થઈ, જેના કારણે રસ્તાઓ પર 3 ઈંચ બરફ પડ્યો છે. જેના કારણે સોલંગનાલાથી અટલ ટનલ રોહતાંગ પરત ફરી રહેલા પ્રવાસીઓના વાહનો રોડ પર લપસવા લાગ્યા હતા.

મોડી રાત સુધી, દક્ષિણ પોર્ટલથી અટલ ટનલના ઉત્તર પોર્ટલ સુધી 1000થી વધુ વાહનો બરફમાં ફસાયા હતા. પોલીસે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી વાહનોને બહાર કાઢ્યા હતા.ઉત્તરાખંડમાં પણ ગઢવાલ હિમાલયના બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રી અને હેમકુંડ સાહિબ અને કુમાઉના મુનશિયારીમાં હિમવર્ષા થઈ છે, જેના કારણે સમગ્ર રાજ્યમાં ઠંડી વધી ગઈ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram