UP: ઉમેદવારી નોંધાવવા જતી સપાની મહિલાની સાડી યુવકોએ ખેંચી, જુઓ વીડિયો
ઉત્તરપ્રદેશમાં બ્લોક પ્રેસિડેન્ટ ઇલેક્શન માટે ગુરુવારે ફોર્મ ભરતા સમયે ભાજપ અને સપાના કાર્યકર્તાઓ વચ્ચે મારપીટ થઇ હતી. એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં સમાજવાદી પાર્ટીની મહિલા કાર્યકર્તા સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. બે લોકોએ મહિલા કાર્યકર્તાની સાડી ખેંચી હતી. કહેવામાં આવી રહ્યું છે કે પીડિત મહિલા સપાની સમર્થક હતી અને ઇલેક્શન માટે નોમિનેશન કરવા જઇ રહ્યા ઉમેદવાદ સાથે હતી. દરમિયાન વિરોધીઓએ તેને રોકી હતી તેની સાડી ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના લખીમપુર ખીરી જિલ્લાની કહેવામાં આવી રહી છે.
Tags :
Bjp Uttar Pradesh ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Block President Election SP Workers Samajwadi Party Women Workers