Srinagar: શ્રીનગરમાં દિલ્હીની ફ્લાઈટનું થયું ઈમર્જન્સી લેન્ડિંગ, જાણો 227 મુસાફરોનું શું થયું?

ઈન્ડિગોની દિલ્હી-શ્રીનગર ફ્લાઈટને તોફાનની ઝપેટમાં આવ્યા બાદ શ્રીનગર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. ખરાબ હવામાન અને કરા પડવાના કારણે ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઇટ 6E2142 ને ઈમરજન્સી લેન્ડિંગ કરાવવી પડી. આ ફ્લાઇટમાં 227 મુસાફરો હતા. એરલાઇને પુષ્ટિ આપી છે કે બધા મુસાફરો અને ક્રૂ સભ્યો સંપૂર્ણપણે સુરક્ષિત છે.

ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા દર્શાવે છે કે વિમાન તોફાનમાં તરણાની જેમ ડોલતું હતું. ત્યારબાદ ક્રૂ મેમ્બર અને પાઇલટની સમજદારીને કારણે, વિમાનનું કટોકટી ઉતરાણ કરવું પડ્યું. એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર, લેન્ડિંગ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી અને તમામ માનક પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું હતું.                                                

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola