ટીમ ઈન્ડિયાનો આ પૂર્વ સુપરસ્ટાર ખેલાડી ફિલ્મમાં કરશે એન્ટ્રી, ટીઝર થયું રીલિઝ
ભારતના પૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ તમિલ ફિલ્મ મારફતે ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરવા જઇ રહ્યો છે. ઇરફાનની ફિલ્મ કોબરાનું ટીઝર યુટ્યુબ પર રીલિઝ કરવામાં આવ્યું છે જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ઇરફાન સિવાય ક્રિકેટરોની એક લાંબી લિસ્ટ છે જે ફિલ્મોમાં જોવા મળી ચૂક્યા છે.