છેલ્લા 3 દશકમાં વધ્યું ભારતીયોનું સરેરાશ આયુષ્ય, જુઓ વીડિયો
ભારતના નાગરિકોનું સરેરાશ આયુષ્ય વધીને 70 વર્ષ થયું છે. 1990માં નાગરિકોનું સરેરાશ આયુષ્ય 59.9 વર્ષ હતું. એટલે કે 30 વર્ષમાં સરેરાશ આયુષ્યમાં 10 વર્ષનો વધારો થયો છે. પ્રદૂષણ અને ધૂમ્રપાન સરેરાશ આયુષ્ય ઘટાડતા મુખ્ય પરિબળો છે. લેન્સેટ જર્નલમાં 204 દેશોના અભ્યાસનો અહેવાલ પ્રસિદ્ધ થયો હતો.