New Rules November: આજથી બદલાઈ ગયા છે આ નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર

Continues below advertisement

નવેમ્બરના મહિનાના પહેલા દિવસથી બેન્કિંગથી લઈને આધાર કાર્ડ સાથે જોડાયેલા નિયમો બદલાશે.આજથી આધાર કાર્ડના નિયમોમાં કેટલાક મોટા ફેરફારો લાગુ થયા,  આધારમાં માહિતી અપડેટ કરવા માટે નોંધણી કેન્દ્રની મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં. ઘરેથી  આપનું નામ, સરનામું, જન્મ તારીખ અથવા મોબાઇલ નંબર જેવી વિગતો ઓનલાઈન બદલી શકાશે. આધારને સરળ અને વધુ સુરક્ષિત બનાવવા માટે આ સુવિધા અમલી બનાવાઈ. આ ઉપરાંત બાળકોના આધાર કાર્ડના બાયોમેટ્રિક માટે અત્યાર સુધી ફી વસૂલાતી હતી, પરંતુ આજથી હવે કોઈ ફી નહીં વસૂલાય. બેંકિંગ સિસ્ટમમાં પણ આજથી મોટા ફેરફાર લાગુ થયા. હવે બેંક એકાઉન્ટ, લૉકર અને સેફ કસ્ટડી માટે એક નહીં, પરંતુ ચાર નોમિનીની નિયુક્ત કરી શકશે.એટલુ જ નહીં, હવે એ પણ નક્કી કરી શકશે કે કયા નોમિનીને કેટલો હિસ્સો મળશે.જો પ્રથમ નોમિનીનું અવસાન થાય, તો તેનો હિસ્સો આપોઆપ બીજા નોમિનીને ટ્રાન્સફર થઈ જશે. આનાથી ભવિષ્યમાં વિવાદોની શક્યતા ઘટશે અને પ્રક્રિયા પારદર્શી બનશે. આ ઉપરાંત, SBI ક્રેડિટ કાર્ડ પર હવે વધારાના ચાર્જ લાગુ પડશે..અનસિક્યોર્ડ કાર્ડ્સ પર 3.75% ચાર્જ લગાડવામાં આવશે. જો આપ CRED, CheQ કે Mobikwik જેવા થર્ડ-પાર્ટી એપ્સ વડે શાળા કે કોલેજની ફી ભરો છો, તો તેના પર 1% વધારાનો ચાર્જ આપવો પડશે. આ ઉપરાંત, એક હજારથી વધુની રકમ વોલેટમાં લોડ કરવા પર 1% ચાર્જ અને કાર્ડ દ્વારા ચેકની ચૂકવણી કરવા પર 200 રૂપિયાનો ચાર્જ આપવો પડશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola