નકલી રેમડેસિવરનથી સાવધાન! આ રીતે કરો રિયલ અને ફેક રેમડેસિવરની ઓળખ
આ રીતે ચકાસો નકલી રેમડેસિવિર ઇંજેકશન.. અસલી રેમડેસિવિર ઇંજેકશનમાં Rx લખેલું જોવા મળશે..જે નકલીમાં ગાયબ હોય છે. બીજુ અસલી ઇંજેકશનના બોક્સ પર લખાણ 100mg/Viral ફર્સ્ટ લેટર કેપિટલમાં જોવા મળશે. જ્યારે નકલીમાં તેમાં ફરક જોવા મળશે.. રિયલ પેકેટમાં બોક્સ પર COVIFOR લખેલું જોવા મળશે. તેમાં કોઇ ગેપ નહીં જોવા મળશે, COVIFORની નીચે ઇન્સ્ટ્રકશનની બે લાઇન જોવા મળશે. જે નકલી પેકેટમાં મિસિંગ હશે. FOR USE in ઓરિજિનલ ડબ્બામાં કેપિટલમાં જોવા મળશે. જ્યારે નકલી ઇંજેકશનના પેકેટમાં આ વસ્તુ નથી જોવા મળતી.અસલી રેમડેસિવિર ઇંજેકશનના પેકેટ પાછળ વોર્નિગ સાઇન હોય છે અને નીચે બે લાઇનની સૂચના હોય છે પરંતુ નકલી ઇંજેકશનના પેકેટમાં આ લખાણ નહીં જોવા મળે. ઓરિજનલ પેકેટમાં India લખેલું હશે. જેમાં આઇ કેપિટલ હોય છે. તો ઇંજેકશન લેતાં પહેલા આ બધું ચેક કરી લેવાથી ઇંજેકશનના નામે થતી છેતરપિંડીથી આપ બચી શકો છો. નકલી રેમડેસિવિરથી દર્દીને બચાવવા આ માહિતી દિલ્લી પોલીસ ક્રાઇમ બ્રાન્ચે આપી છે