Wayanad Landslides CCTV | 400થી વધુ લોકોનો ભોગ લેનાર વાયનાડ ભૂસ્ખલનના સીસીટીવી આવ્યા સામે

Continues below advertisement

Wayanad landslides: કેરળના વાયનાડમાં (Kerala) ફરી એકવાર ખતરનાક ભૂસ્ખલનની તસવીરો સામે આવી છે. વાયનાડના ચુરલમાલા સ્થિત બેકરીના CCTV ફૂટેજમાં ભૂસ્ખલનનું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. ભૂસ્ખલનની આ તસવીરો રાત્રિના સમયની છે. આ વીડિયો તે સમયનો છે જ્યારે વાયનાડમાં ભૂસ્ખલન થયું હતું. વીડિયોમાં ભૂસ્ખલનનું ભયાનક દ્રશ્ય જોઈ શકાય છે.

તાજેતરમાં વાયનાડમાં થયેલા જીવલેણ ભૂસ્ખલન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 ઓગસ્ટના રોજ ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. ચુરલમાલા પહોંચેલા પીએમ મોદીએ રાહત શિબિરની પણ મુલાકાત લીધી હતી, જ્યાં ભૂસ્ખલનથી વિસ્થાપિત થયેલા ઘણા લોકો રહે છે. અહીં વડાપ્રધાને આ દુર્ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવનારા બે બાળકો સહિત બચાવાયેલા લોકો સાથે વાતચીત કરી.

મોદીએ ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરમાં ભૂસ્ખલનથી તબાહ થયેલા ચુરલમાલા, મુંડક્કાઈ અને પંચિરિમટ્ટમ વસાહતોનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. તેઓ કલપેટ્ટામાં SKMJ હાયર સેકન્ડરી સ્કૂલમાં ઉતર્યા અને પછી રોડ માર્ગે ચુરલમાલા પહોંચ્યા, જ્યાં દુર્ઘટના બાદ સેનાએ 190 ફૂટ લાંબો બેલી બ્રિજ બનાવ્યો હતો.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram