Wayanad Landslides News : કેરળમાં મોટી દુર્ઘટના | વાયનાડમાં ભૂસ્ખલનથી 23થી વધુ લોકોના મોત

Continues below advertisement

Kerala Landslide News: કેરળના વાયનાડ જિલ્લામાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થયું છે, જેમાં સેંકડો લોકો દટાયા હોવાની આશંકા છે. આ દુર્ઘટના મંગળવારે (30 જુલાઈ) વહેલી સવારે વાયનાડ જિલ્લાના મેપ્પડી, મુંડક્કાઈ ટાઉન અને ચુરલ માલામાં થઈ હતી. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર ભૂસ્ખલનને કારણે 24 લોકોના મોત થયા છે. જોકે, એક બાળક સહિત આઠ લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે.

ભૂસ્ખલનમાં ઘાયલ 50 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રથમ ભૂસ્ખલન મુંડક્કાઈ ટાઉનમાં સવારે લગભગ 1 વાગ્યે ભારે વરસાદ દરમિયાન થયો હતો. મુંડક્કાઈમાં હજુ પણ બચાવ કામગીરી ચાલુ હતી જ્યારે સવારે લગભગ 4 વાગ્યે ચુરલ માલામાં એક શાળાની નજીક બીજું ભૂસ્ખલન થયુંય. કેમ્પ તરીકે ચાલતી શાળા અને આસપાસના મકાનો અને દુકાનોમાં ભૂસ્ખલનના કારણે પાણી અને કાદવ ભરાઈ ગયા હતા. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram