MP: કોરોના કાળમાં લગ્નમાં 300 લોકો થયા એકઠા, પોલીસે દેડકાની જેમ કૂદાવીને આપી સજા
મધ્યપ્રદેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. મધ્યપ્રદેશના ભિંડ જિલ્લાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં કોવિડ ગાઇડલાઇનનો ભંગ કરીને લગ્નમાં સામેલ થયેલા લોકોને પોલીસે દેડકાની જેમ કૂદવા મજબૂર કર્યા હતા. ભિંડના ઉમરી ગામમાં લગ્નમાં આવેલા મહેમાનોને પોલીસે દેડકા કૂદ કરાવ્યા હતા. લગ્નમાં 300થી વધુ લોકોને બોલાવવામાં આવ્યા હતા. પોલીસે વરરાજા સહિત ટેન્ટ માલિક વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી હતી.