જીકા વાયરસ શું છે અને ગર્ભવતી મહિલા માટે કેમ છે ખતરનાક, જાણો શું કહે છે એક્સપર્ટ

Continues below advertisement

જીકા ફ્લેવિવાઇરિડે ફેમિલિનો એક વાયરસ છે. એડીઝ પ્રજાતિના મચ્છરોના કરડવાથી ફેલાય છે. જેનું નામ યુગાન્ડાના જિકા જંગલોના નામ પરથી પડ્યું છે. 1947માં આ પહેલી વખત આ જ જંગલમાં જ જોવા મળ્યો હતો અને વાનરોને આઇસોલેટ કરાયા હતા. પાંચ વર્ષ બાદ 1952માં  યુગાન્ડા અને તંજાનિયાનમાં  પહેલી વખત આ વાયરસ મનુષ્યમાં જોવા મળ્યો હતો.જીકા વાયરસ  સામાન્ય રીતે એડીઝ મચ્છરના કરડવાથી ફેલાય છે. ગર્ભવતી મહિલામાં આ વાયરસનું સંક્રમણ વધુ ચિતાજનક છે કારણ કે, જીકા વાયરસથી સંક્રમિત મહિલાના ગર્ભસ્થ શિશુને તે સરળતાથી સંક્રમિત કરે છે.  જેના કારણે શિશુ ગર્ભમાં જ માઇક્રોસેફલીનો શિકાર થાય છે. આ બીમારીમાં બાળકના મષ્તિષ્કનો વિકાસ નથી થતો.   

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram