ક્યાં બ્લડ ગ્રૃપના વ્યક્તિને કોરોનાનું છે ખૂબ જ ઓછું જોખમ, જાણો શું કહે છે રિસર્ચ
ભારત સરકારના અનુસંધાન ભવનમાં વૈજ્ઞાનિકોએ કરેલા રિસર્ચ અને સર્વે પરથી એ તારણ સામે આવ્યું છે કે, કેટલાક બ્લડ ગ્રૂપના લોકો વધુ સંક્રમિત થઇ રહ્યાં છે કેટલાક બ્લડ ગ્રૂપને કોરોનાની વધુ અસર નથી થતી. CSIRએ આ મુદે 10,427 લોકો પર એપિડેમિયોલોજી સર્વેક્ષણ કર્યું. આ સર્વેક્ષણમાં મુખ્ય 4 તારણો સામે આવ્યાં. પહેલું તારણ O+ બ્લડ ગ્રૂપના બહુ ઓછા લોકોમાં એન્ટીબોડી બની હતી. તેનો અર્થ એવો થયો કે O+ બ્લડ ગ્રૂપના બહુ ઓછા લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા. બીજું તારણ એ સામે આવ્યું કે, AB+ બ્લડગ્રૂપના લોકોમાં સૌથી વધુ એન્ટી બોડી બની હતી. તેનો અર્થ છે કે A અને B પોઝિટિવ બ્લડ ગ્રૂપના લોકો વધુ કોરોનાથી સંક્રમિત થયા. રિસર્ચનો ત્રીજા નિષ્કર્ષની વાત કરીઓ તો તેમાં શાકાહારી લોકોમાં ખૂબ જ ઓછી એન્ટીબોડી જોવા મળી. એટલે કે શાકાહારી લોકોને માંસાહાર કરતા લોકોની તુલનામાં ઓછું સંક્રમણ થયું.