શું ખાવાની વસ્તુથી ફેલાઇ શકે છે કોરોના સંક્રમણ, WHOએ જાહેર કરી નવી ગાઇડલાઇન
મોટાભાગના સૂક્ષ્મ જીવો કોઈ રોગ ફેલાવતા નથી, પરંતુ કેટલાક એવા પણ છે જે માટી, પાણી, પ્રાણીઓ અને માણસોમાં વ્યાપકપણે જોવા મળે છે. આ સુક્ષ્મસજીવો આપણા હાથ, મોપના કપડાં, વાસણો, કટીંગ બોર્ડ પર મોજૂદ હોય છે.જો તેમનો ખાવા પીવાની વસ્તુઓ સાથે થોડો સંપર્ક થાય તો આ ફૂડ ખાવા પીવાને લીધે રોગો થવાનું જોખમ રહે છે.પોલ્ટ્રી ઉત્પાદન, કાચું માંસને ખાવા પીવાની અન્ય વસ્તુથી દૂર રાખવી જોઇએ.કાચા નોનવેજ ફૂડને ડાયેરેક્ટ ન અડકતા કટિંગ બોર્ડ, ચાકૂનો ઉપયોગ કરવો જોઇએ. તૈયાર ભોજન અને કાચા ફૂડની વચ્ચે સંપર્ક થાય તે સુનિશ્ચિત કરો. ખાવા પીવાની વસ્તુને કન્ટેનરમાં રાખો