Delhi CM Name : કોણ બનશે દિલ્લીના મુખ્યમંત્રી, રેસમાં કોનું નામ સૌથી આગળ?

Delhi CM Name : કોણ બનશે દિલ્લીના મુખ્યમંત્રી, રેસમાં કોનું નામ સૌથી આગળ?
70 બેઠકો વાળી વિધાનસભામાં 48 બેઠક સાથે ભાજપે પ્રચંડ જીત મેળવ્યા બાદ હવે દિલ્હીના મુખ્યમંત્રી કોણ તેની ચર્ચા શરૂ થઈ ચૂકી છે. સૂત્રોનું માનીએ તો મુખ્યમંત્રીનું નામ નક્કી કરવા આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી પી નટ્ટા અને ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે બેઠક મળવા જઈ રહી છે. અરવિંદ કેજરીવાલને નવી દિલ્હીની કરારી હાર આપનાર પ્રવેશ વર્મા મુખ્યમંત્રીની રેસમાં સૌથી આગળ ગણાય છે. જો કે મનોજ તિવારી, મનજેન્દ્ર સિરસા, વિજેન્દ્ર ગુપ્તા સહિતના નેતાઓના નામ પણ ચર્ચામાં માં છે તો બીજી તરફ 22 બેઠકમાં આપ સમેટાઈ જતા આતિશીએ આજે  એલજીને મળી મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. 
 
કેજરીવાલ, સિસોદિયા, સત્યેન્દ્ર જૈન સહિતના દિગ્ગજોની હારની વચ્ચે પણ આતિશીએ પોતાની બેઠક જાળવી રાખી તો 70 બેઠકો વાળી વિધાનસભામાં 48 બેઠક સાથે પ્રચંડ જીત મેળવ્યા બાદ હવે દિલ્હીના મુખ્યમંત્રી કોણ તેને લઈ ચર્ચા શરૂ થઈ ચૂકી છે.
 

દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં આમ આદમી પાર્ટીની કારમી હાર બાદ સીએમ આતિશીએ રવિવારે પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. મળતી માહિતી મુજબ, દિલ્હીના સીએમ આતિશીએ  આજે સવારે 11 વાગે રાજ નિવાસ પહોંચ્યા અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને પોતાનું રાજીનામું સુપરત કર્યું. આ વખતે ચૂંટણીમાં  60.54 ટકા મતદાન થયું હતું જ્યારે ગત વખતે 62.60 ટકા મતદાન થયું હતું.

દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં આમ આદમી પાર્ટીની કારમી હાર બાદ સીએમ આતિશીએ રવિવારે પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. આમ આદમી પાર્ટી 22 બેઠક જીતી જ્યારે 48 બેઠક પર કમળ ખીલય્યું.  મળતી માહિતી મુજબ, દિલ્હીના સીએમ આતિશી આજે સવારે 11 વાગે રાજ નિવાસ પહોંચ્યા અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને પોતાનું રાજીનામું સુપરત કર્યું.

નોંધનિય છે કે, કેજરીવાલ-મનીષ સિસોદિયા સહિત આમ આદમી પાર્ટીના ઘણા મોટા ચહેરા હારી ગયા છે. જો કે, આતિષીએ કાલકાજી સીટ (દિલ્હી ચુનાવ પરિણામ) પરથી જીત મેળવી છે. દિલ્હીની તમામ 70 સીટો પર 5 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. આ વખતે 60.54 ટકા મતદાન થયું હતું જ્યારે ગત વખતે 62.60 ટકા મતદાન થયું હતું.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola