આ દિગ્ગજ ભારતીય ક્રિકેટરના પિતાએ હિંદુઓને ગદ્દાર ગણાવીને શું આપ્યું વિવાદાસ્પદ નિવેદન?
Continues below advertisement
ભારતના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે ખેડૂત આંદોલનમાં જઇને ભડકાઉ ભાષણ આપ્યું હતું. યોગરાજસિંહના આ ભાષણનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં તેઓ હિંદુઓને લઇને વિવાદાસ્પદ નિવેદન આપે છે. યોગરાજ સિંહ કહી રહ્યા છે કે આ આવા લોકો છે જેઓ હાથ જોડીને પોતાની દીકરીઓની ડોલી મુગલોને આપી દેતા હતા. મુગલો ભારતની મહિલાઓને ઉઠાવીને લઇ જતા હતા વેચી મારતા હતા. તેઓ જાણતા નથી કે આપણે એ લોકો છીએ જે ભારતની દીકરીઓને મુગલો પાસેથી છોડાવીને લાવતા હતા. તેમણે આપણી સાથે હંમેશા દગો કર્યો છે.
Continues below advertisement