
Jamnagar News : જામનગરમાં હટાચી મશીન નીચે આવી જતાં મહિલાનું મોત
Jamnagar News : જામનગરમાં હટાચી મશીન નીચે આવી જતાં મહિલાનું મોત
જામનગરમાં હિટાચી મશીનની ટક્કરમાં એક મહિલાનું મોત નીપજ્યું છે. ઢીંચા રોડ પર મનપાની ભૂગર્ભ ઘટરની કામગીરી ચાલી રહી હતી, તે સમયે આ ઘટના બની. કોન્ટ્રેક્ટરના હિટાચી મશીનના ચાલકે મહિલાને ટક્કર મારી. હિટાચી મશીનની ટક્કરથી મહિલાને ગંભીર ઈજા થતાં સ્થળ પર જ મહિલાનું મોત નીપજ્યું. ગઈ કાલ સાંજે બનેલી ઘટના અંગે સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ પણ નોંધાઈ છે.
તો જે કોન્ટ્રાક્ટરનું હિટાચી મશીન હતું, તે હિટાચી મશીનના ચાલકે મહિલાને ટક્કર મારી હતી અને ગંભીર રીતે ઈજા પહોંચતા, મહિલાનું ઘટનાસ્થળ પર જ મોત થયું છે. ત્યારે સમગ્ર મામલે હવે શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.
આણંદ: નહેરમાં નાફવા પડેલા બે યુવકોના મોત
આણંદના રાવડાપુરા પાસેથી પસાર થતી નહેરમાં ડૂબ્યા બે મિત્રો. રિક્ષા લઈને નાવા ગયેલા બંને મિત્રોનું ડૂબી જવાથી મોત નીપજ્યું. 19 વર્ષીય રેહાન અને 17 વર્ષીય અયાનનું ડૂબી જવાથી મોત નીપજ્યું. બંને યુવકો નહેરમાં ડૂબી જવાથી મોત નીપજ્યું. સ્થાનિક તરવૈયાઓ ત્યાં પહોંચ્યા હતા, સ્થાનિકો પણ પહોંચ્યા હતા અને બંનેના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા.