Anant Ambani Dharmik Yatra : અનંત અંબાણી પદયાત્રા કરી પહોંચ્યા દ્વારકા, પરિવાર પણ સાથે જોડાયો

Anant Ambani Dharmik Yatra : અનંત અંબાણી પદયાત્રા કરી પહોંચ્યા દ્વારકા, પરિવાર પણ સાથે જોડાયો
 
અનંત અંબાણી 115 કિલોમીટરની પદયાત્રા કરી આજે ભગવાન દ્વારકાધીશના મંદિરે પહોંચ્યા. પદયાત્રાના 10માં અને અંતિમ દિવસે અનંત અંબાણીની સાથે તેમના માતા નીતા અંબાણી અને પત્ની રાધિકા પણ જોડાયા. 28મી માર્ચे અનંત અંબાણીએ જામનગરથી આ પદયાત્રાની શરૂઆત કરી હતી. દરરોજ 10 થી 12 કિલોમીટરનું તેઓ અંતર કાપતા આજે વહેલી સવારે ગોમતી નદીનું પૂજન કરી ભગવાન દ્વારકાધીશના દ્વારે તેઓ પહોંચ્યા. અનંત અંબાણીએ મંગળા આરતીનો પણ લાભ લીધો. દ્વારકા નગરીમાં પ્રવેશ કરતી વખતે તેમનું અલગ અલગ સમાજના આગેવાનોએ સ્વાગત કર્યું. તેમણે કહ્યું, જય શ્રીરામ, આજ દસવા દિન હે ઓર હમારા પદયાત્રા કા અંત હૈ. આપ સબકો શ્રી દ્વારકાધીશ આશીર્વાદ દે ઔર મેરા દર્શન હો ચુકા હૈ ઔર પદયાત્રા કા સમાપન હો ચુકા હૈ. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola