Jamnagar News: પુત્રની કરતૂતથી વધુ એક ભાજપના ધારાસભ્ય આવ્યા ચર્ચામાં! RTIમાં થયો મોટો ખુલાસો
પુત્રની કરતૂતથી વધુ એક ભાજપના ધારાસભ્ય આવ્યા છે ચર્ચામાં. જામનગર જિલ્લાની કાલાવડ-ધ્રોલ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય મેઘજી ચાવડાના પુત્ર મોહિત ચાવડાએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સહાય મેળવી આલિશાન મકાન ખડકી દેવાનો RTIમાં થયો છે ખુલાસો. ધ્રોલના ખારવા રોડ પર ધારાસભ્યના પુત્રના આલિશાન મકાનનું બાંધકામ ચાલી રહ્યું છે. જાગૃત નાગરિકે કરેલી RTIમાં ધારાસભ્ય મેઘજી ચાવડાના પુત્ર મોહિતે મકાન બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજનામાંથી સહાય મેળવી. સહાય મેળવીને મકાનનું બાંધકામ પણ શરૂ કરી દીધુ.. સમગ્ર મામલે સ્થાનિક કૉંગ્રેસ નેતાએ તપાસની માગ કરી.
સ્થાનિકોનો તો એવો પણ આરોપ છે કે ન માત્ર ધારાસભ્યના પુત્ર, અન્ય કેટલાક સભ્યોએ પણ આ યોજનાનો લાભ લીધો છે. ધ્રોલ નગરપાલિકામાં જ્યારે પણ યોજના હેઠળ ભરવામાં આવે ત્યારે વહીવટ થાય છે. ધ્રોલ નગરપાલિકાના આવાસ યોજના અંગેની કન્સલ્ટન્ટની કામગીરી કરતા કર્મચારીએ પણ ધારાસભ્યના પુત્ર આવાસ યોજનાના લાભર્થી બન્યા હોવાનો સ્વીકાર કર્યો.